પ્રભુ એક લંગર મુજને આપ,
લાવું હું પકડી મેહુલાને સાથ.
વર્ષા વનથી વરસાદ રાણીને લાવું,
મારા વતનની ભૂમિને પાણી પાવું.
ધરતી ધરાય અમૃતથી...
નદી તળાવ છલકાઈ જાય.
સર્વત્ર આનંદ છલકાય,
જીવનથી ઉભરાય આ ધરતી.
નહિ રહે કોઈની આંખો રડતી.
પ્રભુ એક લંગર મુજને આપ,
લાવું હું પકડી મેહુલાને સાથ.....
આજે ફરીથી એ લજામણી ની કવિતા
ચોરી ને લાવી છું પરાણે તમને વાંચવી ગમશે
seshat writer (લજામણી)
(છે તો કવિતા માસ્ટર કવિતા ના ભંડાર ભર્યા છે
પણ તેને છુપાવીને એક નોટબુકમાં ખજાના રાખ્યા છે
નથી બતાવું કોઈને કે હું શું છું.)