" ઘાયલ કરી ગયાં "
એમનાં નયનોનાં કામણ, ઘાયલ કરી ગયાં;
એમનાં સ્મિતનાં જામણ, ઘાયલ કરી ગયાં;
અદા પાંપણ ઝુકાવવાની, કંઈ કમ ન 'તી ત્યાં,
આંજી આંખોમાં આંજણ, ઘાયલ કરી ગયાં;
ઉંબરે થયો હતો મનમેળ, આંખોથી આંખોનો,
એ આવી અમારે આંગણ, ઘાયલ કરી ગયાં;
પ્રેમ તણાં પુષ્પો, ખીલ્યાં હતાં અમારા મનમાં,
હૃદયનું ખીલવીને પ્રાંગણ, ઘાયલ કરી ગયાં;
ના હતું મિલન એ, "વ્યોમ" ને ધરતી સરીખું,
કરી યુગો યુગોનું બાંધણ, ઘાયલ કરી ગયાં;
નામ ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.