એવું તો હું શું લખું,
જે ખૂબીઓને પ્રગટાવે?
એવું તો હું શું લખું,
જે મારામાં શુભ ભાવ જગાવે?
એવું તે શું લખું,
દૂરનાને પણ પાસે લાવે?
એવું તો હું શું લખું,
અવગુણને પણ સદ્ગુણ બનાવે?
એવું તે શું લખું,
મારી ભૂલોને હું જોઈ શકું?
એવું તે શું લખું,
નવી રીતે ખામીઓને ધોઈ શકું?
એવું તે શું લખું,
જે સુધારવાનો રાહ બતાવે?
એવું તે શું લખું,
મને મારાથી વધુ સારો બનાવે?
the story book, ☘️📚
Heena gopiyani