એક અછાંદસ કવિતા
એક છોકરો
ઉમર વર્ષ 16
ઘણો સમજદાર
મુખ તેનું ભરાવદાર
ગમે એને એની જ શાળામાં
ભણતી એક છોકરી
દેખાવે સુંદર, સ્વભાવે ચંચળ
બુદ્ધિમાન અને હસમુખ સરળ
છોકરો રહે ચૂપ. મન માં ઘણો મૂંઝાય
વાત તેની સાથે કરતા મન ઘણું શરમાય
છોકરી ના મિત્રો ઘણા, પણ એ છોકરો
એના માટે હજીય એક કોયડો, જુએ એને
ઘણી વાર, પોતાના માં જ ડૂબેલો, સ્મિત કરે
એની સામે ઘણી વાર ,પણ એ આંખ ફેરવી લે.
મળ્યું એકવાર સારો અવસર , મળી ગયા બન્ને
એક શાંત પુસ્તકાલય ના નિર્જન ખૂણા માં
આંખો મળી. અને હાથ પકડી લીધો છોકરી એ
છોકરો ઘણો શરમાય , હાથ છોડાવા મથે.
ત્યાં તો છોકરી હસે અને એને માથે ટપલી મારી
ફરીથી એનો હાથ પકડે.. કહે કેમ શરમાય
મિત્રતા કરીશ , મારી સાથે? એમ એનાથી પૂછાય
છોકરો હા, પાડી ને પોતે જ પોતાના પર હરખાય
બન્ને હરે , ફરે, મોજ,મજા ને મસ્તી કરે...
અને ત્યાર પછી છોકરો ક્યારેય સંકોચ ન કરે.
બોધ એટલો જ કે ભય અને સંકોચ ના કવચ
ને તોડી થાવ થોડા અસુરક્ષિત.. તો જ સંબધ
બનશે મનગમતો અને રહેશો સદા નિશ્ચિંત