" સારું નથી "
અંદર ને અંદર ઘૂંટાવું, એ સારું નથી.
ખુદનું ખુદથી જ લડવું, એ સારું નથી.
હળવું થઈ જવાય જો એ સારવાથી,
તો હર આંસુને રોકવું, એ સારું નથી.
ખંતથી ખેડતાં રહો જીવનની સફરને,
કોઇને પણ કાંઈ પૂંછવું, એ સારું નથી.
પદ, મોભાની હવામાં ઊડતાં ચેત,
હદથી વધારે ઉડવું, એ સારું નથી.
દુખ દર્દનું શું? એ તો આવે "વ્યોમ"
વારેઘડી રોદણું રડવું, એ સારું નથી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.