આજે સવારે ચા પીતાં પીતાં દિવ્ય ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો.તેને પેપરના એક પાને સમાચાર વાંચ્યા કે ચાર કોન્સ્ટેબલ એક અપરાધીને કોઇપણ મંજુરી વિના સુરત સુધી ફરવા લઈ ગયા, તેમજ જેલમાં પણ ઘણી જ ઉજવણી અને પાર્ટીઓ કરી હતી આખરે આ મામલો જાહેર થતાં ના મને ઉચ્ચ અધિકારીઓ એ પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કર્યા.
દિવ્ય આ વાંચી જ રહ્યો હતો ત્યારે બીજા એક સૂરતના સમાચાર નજર સામે આવ્યા કે પ્રધાનમંત્રી ની મુલાકાત પૂર્વ ની મૂક ડીલ દરમિયાન માર્ગમાં એક નાનું બાળક અજાણતા ઘુસી જતા કોઈ પી એસ,આઈ સાહેબે તેની સાથે ક્રૂરતા પૂર્વક નો વ્યવહાર કરતા ખુબ જ માર માર્યો.
આ સમાચાર વાંચીને દિવ્ય મનોમન બબડી ઉઠ્યો કે ખરેખર ન્યાયની દેવીને હવે આંખો પરથી બાંધેલા પાટા હટાવી લેવાની જરૂર છે.