ખીલી છે કેવી પૂર્ણિમાની રાત્રિ,
પૂર્ણ થઈ ચંદ્રને કેવો એ પ્રકાશે!
ટમટમતા તારલાઓ આવીને પાસ,
ચંદ્ર કેરી ચાંદનીની શોભા વધારે!
નાનેરા ને મોટેરા તરલાના તેજ,
ચાંદની રાતને જોવો વધુ ચમકાવે!
ચંદ્ર તારી આ રૂપેરી ચાંદની,
અંતર મનમાં કેવી શાંતિ પ્રસરાવે!
શાંત થઈ વૃક્ષોને ખીલી રહેલી કળીઓ,
નમાવી શિશને તુજને વધાવે!
ખીલી છે....પુષ્પા એસ ઠાકોર