થાક્યો છું, હવે વિસામો શોધું,
મળે બે ઘડી, થોડું એકાંત શોધું,
હાર્યો છું, હવે નવો રસ્તો શોધું,
મળે બે ક્ષણ, થોડી હિંમત શોધું,
ભૂલ્યો છું, હવે જવાબો શોધું,
મળે બે પળ, થોડું સત્ય શોધું,
અચળ છું, હવે રહસ્ય શોધું,
મળે બે પહોર, થોડું સંયમ શોધું.
મનોજ નાવડીયા