ભૂલ્યો છે બધું માણસ, ઉપકાર હતાં એના ઘણાં,
યાદ કોણ રાખે મુર્ખ, સુખમાં તો પોતાનું કર્મ કરે,
ભીતરથી કોઈ બીજને ઓળખે, તો કોઈ વાત થાય,
બહારથી બધાં જાણે, સાચું કર્મ એમ થોડું થાય,
ભર્યાં કરે છે એ બંધુ, કોઈ દિવસ બીજાને આપ,
જીંદગી ખોટી વહી જાશે, પુણ્ય કર્મ અઘરું નથી,
ત્યજવા જેવું ઘણું છે, પણ ખૂબ અઘરું કામ છે,
થોડો કઠણ બની જા, આ મુશ્કેલ કર્મ સહેલુ છે.
મનોજ નાવડીયા