ઊંધિયા ના લગ્ન
ઊંધિયાની જાન નીકળી,
સુરતી પાપડી સૌથી પહેલી,
પાછળ ઉભી મેથીની થેલી.
શક્કરિયું, કંદ, બટાકું,
સાથે આવી કોથમીરની ઝૂડી.
લીલા લસણે કાઢી હડી.
વટાણા,તુવેર, ચણા,
આંખ મિચકારી બોલ્યા,
આપણાં વગર બધા દોડ્યા.
વઢવાણી મરચા ને રવૈયા,
સાદ પાડીને ઉંધા પડ્યા.
એ પોક મૂકીને રડ્યા.
શ્રી. જયેશ પટ્ટણી ની ફેસબુક પોસ્ટ