..." પતંગ "
"વ્યોમ" પર ઊંચે, લહેરાતો જાય પતંગ;
જીવવાની રીત, સમજાવતો જાય પતંગ;
પહોંચોં ભલે ઊંચે પણ રાખો પગ ધરા પર,
કેટલી સરસ વાત? બતાવતો જાય પતંગ;
ભિન્ન છે રંગ ને આકાર, છતાં બધાં એક,
એકતાનો એકડો, ઘૂંટાવતો જાય પતંગ;
હોય એકલું ગગને તોય રહે સદા મસ્તીમાં,
જિંદગીને માણતાં, શીખવાડતો જાય પતંગ;
કરૂણતા છે કેવી? ગળે મળે એજ કાપે ગળાં,
જીવનનો ગૂઢ પાઠ, ભણાવતો જાય પતંગ;
નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.