"લીલવાની કચોરી"
લીલી તુવેરની લીલવા કચોરી,
પાંચ કચોરી ખાવી છે વ્હાલા.
એક એક કચોરીમાં મહેનત છે વ્હાલા,
સાથે ચટણી બનાવી છે વ્હાલા.
તુવેર ફોલવામાં છે બહુ મહેનત,
તારી ફરમાઈશ પૂરી કરું છું વ્હાલા.
છતાં તું મને મદદ ના કરતો,
ખુશ થઈને કચોરી બનાવું છું વ્હાલા.
આ મકર સંક્રાંતિનો પર્વ આવ્યો,
ઉંધિયુ બનાવીશ હું વ્હાલા.
શાક લાવી છું ચાર કીલો વ્હાલા,
ફોલવાને સમારવાનો તારો વારો છે વ્હાલા.
આખા દિવસમાં મોબાઈલ નથી જોયો,
તારા મેસેજ નથી વાંચ્યા વ્હાલા.
ઉંધિયુ ખાવું હોય તો કામ કરવું પડશે,
સાથ મળશે તો ઉંધિયુ બનશે વ્હાલા.
જલેબી તો સૌરાષ્ટ્રની જ લાવજે,
ઊંધિયા ને જલેબીની જયાફત માણશું વ્હાલા.
વાતવાતમાં તેં કચોરી કરી પૂરી,
મારા માટે ફક્ત પાંચ જ રાખી વ્હાલા!
લીલી તુવેરની લીલવા કચોરી,
પાંચ કચોરી ખાવી છે વ્હાલા.
- કૌશિક દવે