આ વર્ષ નો પણ અંત આવી ગયો, પણ એની સાથે ની યાદો કે કે વર્ષ ની સૌથી યાદગાર પળો માનસપટ ઉપર હજુ પણ તાજી જ લાગે છે, ૨૦૨૪ એ ઘણું આપ્યું, સારું નરસું કેટલાય નવા સબંધો, કેટલાય નવા મિત્રો ને જૂના હોય તો એમની પ્રત્યે નો પ્રેમ, આત્મિયતા અરસ પરસ ને સમજી શકીયે એવી ભાવના, ને અમુક એ ઘણું શિખવ્યું, ઘણા એ ઘણું મેળવ્યું ,કે કોઈ એ કાંઈ ખોયું , યાદો હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી , કે ખરાબ જ હોય એવું પણ જરૂરી નથી સારું નઠાંરૂ બેવ મળી ને રચે એ જ જીવન, એટલું જ કે બંને સમય ને માન દેવું , કેમ કે એ શીખવે છે કે દુખ માં હોઈ એ ત્યારે સુખ ને ના ભૂલી જવું ને, દુખ માં હોઈ એ ત્યારે સુખ ને ના ભૂલી જવું. બંને પણ એકમેક ની ને,એક સિક્કા ની બેવ બાજુ છે બંને નો તાલ મેળવતા આવડી ગયું એટલે સમજો જીવન જીવતા આવડી ગયું આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે જીવન ને કઈ રીતે જોઈએ છે.. . પણ બધા નું નિષ્કર્ષ એટલું જ કે કેમે કરી ને જીવવાનું તો છે જ તો કેમ ના ખુશી ખુશી જ જીવીયે... ને આવનાર વર્ષ ને આવકારીયે
❤લાગણી ના સરનામે