ગુલાબી સવાર શિયાળાની,
સ્વાસ્થ્ય રાખે સરસ શિયાળો!
અડદિયા, મેથીપાક ને સાલમપાક,
જાતજાતનાં વસાણાં ખવાય!
શિયાળાની સવારમાં, ગુલાબી ઠંડીમાં,
કરી લઈએ જો થોડી કસરત આપણે,
રહે સ્વસ્થ શરીર આખુંય વર્ષ!
સમજુ છું કે મન ન થાય કોઈને,
છોડી ગોદડુ બહાર નીકળવું,
છોડવું પડે પણ ધ્યાનમાં રાખી શરીર!
સારું સ્વાસ્થ્ય એ પ્રાથમિકતા આપણી!
#Winter