જીવનભર નો સાથ
ઝંખે દરેક જીવ અહીં જીવનભરનો સાથ.
પણ શુ મળે ખરા સૌને ગમતીલોએ હાથ.
કંઈ કેટલા સંઘર્ષો બાદ પામી જાય પ્યાર,
શુ કદર એને રહે છે આવ્યા જેને આધાર.
બાળ હઠ તણો સ્નેહ ના કરશો કોઈ કદી,
દૂભાવી એની લાગણી સળગી હૈયે હોળી.
સાત ભવના ફેરે પણ હાય ના થશે ઓછી,
આતમ પડ્યા ધાવથી ક્યા મોટી કો બિમારી.
શ્વાસ તો ચાલતા હશે ના જીવાશે જિદગી,
નિહન ઈશ દરબારે ચાલતી કોઈ સિફારીસ.
- નિમુ_ચૌહાણ_નિહન
- Nimu Chauhan nihan