પહેલાં તો ખૂબ મોટી મોટી વાતો કરે,
દુર ગામ ગામ સુધી એને બહું ગજવે,
બીજાને નાનો સમજી પોતાને મોટો ગણે,
આંખો પર જામેલી ધુળને કેમ ના સમજે,
કામ આવી પડે ત્યારે કોસો દૂર દૂર ભાગે,
એમ કરીને પોતાને ખૂબ હોશિયાર માને,
ના સમજ માણસ કેવો આ મનને ના સમજે,
"હુ" નો સાથ રાખી પોતાને જ જ્ઞાની સમજે..
મનોજ નાવડીયા