🙏🙏તું વરસાદ તારાં વરસવાના સમયે આમ આવું તો તું અમને ગમે છે.
તારાં સ્વાગત ની તૈયારીઓ પુરજોશમાં કરવી પણ અમને ગમે છે.
વાવણીની મોસમમાં બીજ ધરામાં વાવ્યાને તું વરસે તો ધરાને પણ ગમે છે.
તારી બુંદ બુંદમાં વરસતી અમૃતની ધારામાં નાહવું અમને ગમે છે.
તારા આવવાથી ધરતીન શણગાર સજીનેે લીલી સાડી પહેરવી પણ ગમે છે.
તુ આભમાંથી ધરા પર ઝરમર ઝરમર વરસે મેહુલા તો સૌને ગમે છે.
આતો વાત થઈ વરસાદ, તું ક્યારે આવે અને અમને ગમે છે.
એક મુદ્દાની વાત બીજી કહીએ, ખબર નહીં તને ગમે છે?
પાકની વાવણી એ આવ્યો, બરાબર! પણ લણણીએ આવે ખોટું છે.
તું સમયે ઝરમર વરસ્યો ગમ્યું છે, પણ કટાણે ધોધમાર વરસે એ ક્યાંથી ગમે છે.
જગત તાતની અથાગ મહેનત! આમ તું પાણીમાં પલાળે એ કોને ગમે છે.
આ સમયે રિસાઈ જાય અમને ગમે છે. તું બધાને ધોધમાર રડાવી જાય ના ગમે છે.🦚🦚