જિંદગી..
દરીયાના મોજાની જેમ હસીને ઉછળતી,
ક્યારેક શાંત તો ક્યારેક રડીને પડતી,
ઉગતા સૂરજની જેમ ઉજાસ પાથરતી,
ક્યારેક સંધ્યા તો ક્યારેક અંધકાર આપતી,
રખડતાં બાળકોની જેમ મોજે ફરતી,
ક્યારેક એકલા તો ક્યારેક ફરીને થાકતી,
વૃક્ષનાં પર્ણ ની જેમ હવામાં ડોલતી,
ક્યારેક સ્થિર તો ક્યારેક તૂટીને પડતી..
મનોજ નાવડીયા