40 પાર સ્ત્રીને હવે શરીરના પ્રેમ ની ભુખ હોતી નથી,તે દરેક પુરુષના સ્પર્શને મહેસુસ કરી શકે છે કે આ સ્પર્શ થકી પુરુષ શુ એક્સ્પેસ્ટન રાખે છે,આઈ લવ યું ને હુ બીજા જેવો નથી તને છોળીને ક્યારેય નહી જાવ,તારા સિવાય બીજી સ્ત્રીનો સ્પર્શ પણ હવે જીંદગીમાં નહી આવે તું હોય કે ના હોય વગેરે જેવા શબ્દો અસર કરતા નથી,કારણ કે તે આવા શબ્દોને મજાકથી વધારે લેતી નથી તેને આવા અનુભવો પહેલીવારના હોતા નથી,વાયદા વચનો તેના માટે હવે મોબાઈલ રિચાર્જના મંથલી પેકેજ બરાબર છે,મહીનો પુરો થતા જ વેલિડિટી ખતમ તેના માટે મોંધી ગિફ્ટો કે ખર્ચા કરશો તે પણ તેને ખબર જ હોય છે કે ગોલ્ડ લોન જેવી સ્કિમ છે,અમુક પુરુષો એવુ સમજે છે કે 40 પાર સ્ત્રીને સેક્સ ની તૃપ્તિ થઈ નથી તો મિત્રો એક સંતાન જન્મતાની સાથે જ સ્ત્રી શરીરથી તૃપ્ત થઈ જાય છે,અને વાત રહી મનની તૃપ્તિની તો એ તો સ્ત્રી નું મન હોય કે પુરુષનું ક્યારેય તૃ્પ્ત થવાનું જ નથી,કારણ કે મનના વાસણમાં કાણુ છે જે ક્યારેય ભરાતું નથી..
40 પાર સ્ત્રી પતિના ઘરમાં એટલે જ ટકી રહી છે કે સંતાનો ને આર્થિક ડિપેન્ડ ને મા બાપની ઈજ્જત જે તેને સાસરે દહેજમાં આવેલી છે,લગભગ સ્ત્રીઓ જાણે છે કે પતિનું દિલ ગિરવે મુકેલ છે,જવાબદારી ને સમાજ વ્યવસ્થાઓ ના કારણે બેડરૂમમા બે વ્યક્તિ 365 દિવસમા થી 65 દિવસ 6 બાય 7 ના પલંગમા સાથે છીએ તેવુ ફીલ કરતા હશે એ પણ લગભગ..
સોસાયટીમાં દેખાય તે રીયલ કપલ નથી વાસ્તવિકતા સંતાનો જાણે છે કે મમ્મી પપ્પા ના ઝગડાઓ નો અંત નથી, સ્ત્રીઓનું બચત કરવાનો સ્વભાવને કચકચ કરવાનું કારણ વીર્ય સ્ટોરેજ નથી પણ તેના સપનાઓને કલ્પનોઓની એક્સપાયરી ડેટ છે,
40 પાર સ્ત્રી એક પતિ કે પ્રેમી નહી,પણ
એક પુરુષમિત્ર ચાહે છે, જે તેને લોન્ગડ્રાઈવ પર ચાયની ચુસ્કી ને વરસાદી માહોલમાં હિલસ્ટેશન ફરવા લઈ જાય,જે તેને પિરયડ્સ વખતે સારસંભાળ રાખે,કમર પર હાથ ને માથામાં સેથો પુરનારા કરતા તેને કપાળ પર ચુંબક પ્રિય છે,રસોઈમાં શાકભાજી લઈ આપવાથી લઈને સલાડ કાપી દેવું,રાત્રે 12 વાગ્યે નાઈટ આઈસ્કિ્મ ખાવામાં સાથ આપવો,સવારની ચાય સાથે ગમતો સંવાદ ને ટાઈમપાસ કરવો,નાની નાની વાત સાંભળવી વગેરે સ્ત્રી ને સમજે તો કદાચ માની શકે કે હા લાગણી છે,
સ્ત્રીને હળવા સ્પર્શની જ જરૂર છે તેને સેક્સની પુરુષ જેટલી ડિમાંડ રહેતી નથી,40 પાર સ્ત્રી પુરુષમિત્ર સાથે બધા જ રિતરિવાજોથી જવાબદીરીઓથી પરે એક એવી જગ્યા ચાહે છે જ્યાં કોઈ નિયમ કે બંધન નથી ફક્ત શરીરની જ જરૂરત છે,જ્યાં બે શરીર પણ એક આત્માં વસવાટ કરે છે…
અહી સબંધોના નામે બંધનોમાં ફસાય જતો લગભગ માણસ
સ્ત્રી હોય કે પુરુષ ચાલીસ પછી સમાજ,પરિવાર ને જવાબદારીથી છુટ્ટી ચાહે છે, બસ ચાહે છે તો એક આવારા પાગલ મિત્ર…..