ભગવાન ઊંઘતા નથી પરંતુ જાગૃત અવસ્થામાં (બંધ આંખે) તમાસો જુએ છે કે મેં બતાવેલા રસ્તે કેટલા ચાલે છે અને કેટલા ભટકે છે.ચાતુંર્માસ એટલે ભક્તોનો તાલીમ પ્રોગ્રામ અને પછી સર્વ દેવ દેવતાઓ અને મનુષ્ય બધાં દીપોત્સવી ઉજવે.
આ રમ્ય અને કલ્પનાતીત રૂપક આપણને ઘણું બધું શીખવે છે કે જવાબદારી બારે માસ માથે લઈને ના ફરો,તમારી પાછળનાં કે પોતાનાંને પણ જવાબદારીમાં સામેલ કરો.ભગવાન આપણને સીધું કશુંય આપતા નથી,અને સીધું આપે તેની કોઈ કિંમત નથી.જેમ પોતાનું જણ્યું બાળક અને દત્તક લીધેલા બાળક વચ્ચે આત્મીયતાનો ફરક અનુભવાય તેવું.માટે ભગવાન આ રીતે જાત મહેનત કરી જવાબદારી નિભાવવાનું શીખવે છે.આશા રાખીએ કે આપણે પણ મોટાં થયાં હોઈએ તો બળદ જેમ આપણી નિભાવણી કરતાં માં બાપને પણ થોડો આરામ વિરામ આપીએ.
અભિનંદન.....
- વાત્ત્સલ્ય