ગેરસમજ ફેલાવે અધૂરા શબ્દો.
વાતને બગાડે અધૂરા શબ્દો.
જે કહ્યું હોય એ ન સમજાવે અધૂરા શબ્દો.
અર્થનો અનર્થ કરે અધૂરા શબ્દો.
હોય જ્યાં સમજણશક્તિ,
ક્યાં કશું બગાડી શકે અધૂરા શબ્દો?
પણ ક્યાં જવું એક સ્ત્રીએ?
સ્ત્રીનું તો નામ જ છે એક અધૂરો શબ્દ.
હતો પહેલાં જોડાયેલો કોઈ એક નામ સાથે,
હવે જોડાયો એ કોઈ અન્ય નામ સાથે!
પહેલાં નામથી હું હતી એક દીકરી કોઈની,
બીજા નામ સાથે બની ગઈ હું પત્ની કોઈની!
કહેવાતી દીકરી પારકી થાપણ પિયરે,
ને પારકા ઘરની એ સાસરે કહેવાતી.
આ પારકી થાપણ ને પારકા ઘરની,
વચ્ચે અટવાતી એક સ્ત્રીની જીંદગી.
કેમ ન લાગે એને જીવનનાં દરેક શબ્દો અધૂરાં?
કામ કરે એ બંને ઘરનાં, છતાંય એનું કોઈ ઘર નહીં.
અધુરો એ શબ્દ 'ઘર' એનાં માટે.

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111949147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now