દુઃખી આ હ્રદયમાં, સહાનુભૂતિના શબ્દો આવે છે
કોઈના દુઃખને શાંત રાખવા, શબ્દોમાં મીઠાશ લાવું છું
શબ્દો છે એ મલમ,જે દુઃખી જીવને શાંતિ આપે છે
દયા અને કરુણા સાથે, સેવાની મધૂર ધૂન લાવું છું
મીઠાં શબ્દોમાં તાકાત છે,એ મીઠાં શબ્દોથી બોલવા દો
મન પણ પરેશાન છે, પ્રેમથી આશ્વાસન આપું છું
જીવનમાં દેખાતા અંધકારને, શબ્દોનો પ્રકાશ બનવા દો
માર્ગદર્શક બને છે મીઠાં શબ્દો, આરામ અને હૂંફ આપું છું
સ્નેહ અને દયાની ભાષાને, સુખદાયક મલમ બનવા દો
સુખદુઃખના ઘટમાળમાં , વ્યથિત હ્રદયમાં શાંતિ આપું છું
- કૌશિક દવે
- Kaushik Dave