કેહવુ હતું, પણ ના કહેવાયું, 
ગમે છે તું, તું ગમવા દે હજું,
ચાલવું હતું, પણ ના ચલાયુ,
હસે છે તું, તું હસવા દે હજું,
જોવું હતું, પણ ના જોવાયું, 
નિરખે છે તું, તું નિરખવા દે હજું,
માંગવું હતું, પણ ના મંગાયુ,
સાથે છે તું, તું સથવારો દે હજું..
મનોજ નાવડીયા