🙏🙏કોઈ પોતાની મહામહેનતે કરેલું શબ્દોનું સર્જન શું કામ નષ્ટ કરતું હશે?
પોતાના સર્જનાત્મક વિચારોને શબ્દોથી કંડારીને એક સુંદર લખાણો ની હારમાળા રચી હોય છે જે કેટલાય લોકોને એક પ્રેરણાત્મક સંદેશ આપતા હોય છે.
એ એકાએક પોતાની સર્જન શકિતને અટકાવીને સર્જન નેં પણ નષ્ટ શું કામ કરતા હશે ?
મજબુરી હશે?શોખ હશે?કે પછી કોઈ વાતોનો અફસોસ હતાશ કરતાં હશે? અઢળક પ્રશ્નો વચ્ચે વિચારો વિચારશીલ જ બની રહે છે.
માણસનું શરીર મૃત્યુ પામે છે. પરંતુ જો તેના વિચારો પરિપક્વ અને નવ ચેતના લાવનારા હોય તો એ લોકમુખે કે પુસ્તકોના પાનાંમાં હંમેશા અમર રહે છે.🦚🦚
- Parmar Mayur