નમસ્તે મિત્રો
હું સૌરાષ્ટ્ર કચ્છ નાં પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા શહેરમાં વકીલાત કરું છું. મારા પરિચયમાં એક મિત્ર આવેલ છે. આ મારી મિત્ર એકદમ લાગણીશીલ અને સાચા હૃદયથી મિત્રતા નિભાવવા વાળી છે. મારી ધણી બધી અવળચંડાઈ અને ભ્રમરવરુતિ નાં કારણે તેમને મને ધણી તક આપવા છતાં હું નહીં સુધરતા છેલ્લા ચારેક વર્ષ થી તેમનાં થી દુર છું.મારા કાર્યો નો મને ખુબ જ પસ્તાવો થાય છે અને લઞભઞ છેલ્લા ચાર વર્ષથી હું તેમની સાથે વાત કરવાની કોશિશ કરું છું. નવા નવા ફોન નંબર તથા નવાં નવાં આઇ ડી બનાવી ને તેમને મનાવવા ના પ્રયત્નો ચાલુ છે.મને એક સાચા અને સારા સાથી ગુમાવ્યા નો ખુબ જ પસ્તાવો થાય છે અને હૂં તેમને મળી તેમની સાથે વાત કરી માફી માગવા માટે ની આખરી ઇચ્છા રાખું છું. હાલ એક અકસ્માત નાં કારણે પઞ માં ઈજા થતાં પથારીવશ છું.હુ આ પવિત્ર શ્રાવણ માસ માં મારા પાપો નું પ્રાયશ્ચિત કરવા માઞુ છું.આવતા શુક્રવારે ક્દાચ સર્જરી માટે અમદાવાદ જવાનું થાય એ પહેલાં મારે વાત થાય તે માટે મહાદેવ જી ને પ્રાર્થના કરું છું.
ૐ નમઃ શિવાય