તમે દુર છો.
અંતર થી, અંતર
નજીક તો છો.

તું દૂર ભલે.
ચંદ્ર પણ ક્યાં પાસે.
તોય દેખાય.

વધુ નજીક.
દષ્ટિ ના દેખે કશું
દૂરી જરૂરી.

વૃક્ષ ઉંચુ ને
પાન પડ્યું.અંતર
ડાળી થી થયું.

ઉંચા નભમાં,
પંખી અંતર કાપે.
બચ્ચા મળવા.

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111942929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now