નિષ્ફળતાની ઠોકરો ખાઈ ખાઈને પડી જવું તો હે ઈશ્વર, હાથ દઈ ઊભો ન કરતો મને,
પણ જાતે જ હું મને ઉભો કરું એવું બળ દેજે.
આંસુઓથી પીડાઓથી ખરડાઈ, ચિરાઈ જતા મારી પર દયા ન કરતો ઈશ્વર .
પણ,આંસુઓના પાટોડાઓને પરસેવાથી લૂછું એવો પરિશ્રમ દેજે .
બધી બાજુથી ભવિષ્યના ડરની તલવારો મને વિંધે તો
તારા નામની ઢાલ દેજે .
લોહી લુહાણ થઈને પણ ત્યાંથી નીકળી જઈશ .
ઢસડાતા ઢસડાતા ચાલુ તો પણ ચાલવા દેજે .
મને હજી મારા તૂટેલા કાંડામાં બેઠા થવાની હામ છે .
અને છેલ્લે બસ એટલું જ કહીશ, મારી સામે સાથે અને બાજુમાં જ રહેજે.
મારી અંદર તારું હોવાપણું જ મારી ખરી તાકાત છે.