લઘરવઘર હું હતો ને સજીને બેઠી હતી તું
આકાશમાં જોયું તો દેખાય છે હું અને તું
એક દોડતું વાદળ કહે કેવો દેખાય છે તું!
મારી સાથે વાદળી છે કેવો દેખાવું છું હું અને તું!
મારી આંખોમાં પાણી આવી ગયા છતાં ન પડે વરસાદ
દોડતી વાદળી કહે થોડાં છાંટા પાડું છું હું,ખુશ છે તું!
તું કહીશ તો તુંકારો થશે છતાં કહીશ હું,તને તું
તને ગમતો હું થયો, કોઈ કહે ભાઈ એમાં શું!
આજે જોઈ રહ્યા છીએ આંધળું અનુકરણ
પછી રડવાનું મન થાય,દેખાદેખીમાં જોઈએ શું!
બસ આમ જ હુંસાતુંસીમાં રહીએ, હું અને તું
લખતાં લખતાં લખી લીધું, વાંચીએ હું અને તું!
- કૌશિક દવે
-Kaushik Dave