તું પ્રણયને છુપાવવા માંગે છે અરે, પાગલ ગુલાબ ભલે ને ગમે ત્યાં છુપાવવામાં આવે પણ તેની ખુશ્બુ તેનું સાચું સરનામું કહી જ દે છે.

પ્રેમ ક્યાં ખોટો છે? જો પ્રેમ ખોટો જ હોય તો મારું માનવું છે કે માનવ સાથે ઈશ્વર પણ ખોટો હોય શકે કેમ કે આ સ્નેહ નામની સરીતા મનુષ્યના હૃદય નામના વિશાળ પટ પર તેને જ તો વહેતી મૂકી છે.

હા એટલું તો સાક્ષાત્ કૃષ્ણ પણ સમજી શકે છે કે પ્રેમ ખોટો નથી પરંતુ તેની સાથે સંકળાયેલી અપેક્ષાઓ જો સ્નેહની વ્યાખ્યા થી વિપરીત હોય કોઈ એક મનને જ સુખ આપતી હોય તો એ પ્રણય કદી પણ પ્રણય નથી રહેતો એ પ્રાણ હરનાર એક વિનાશકારી સંમોહન બની રહી જાય છે.

-Parmar Mayur

Gujarati Sorry by Parmar Mayur : 111942190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now