કરીએ વર્ક ફ્રોમ હોમ અમે કરીએ વર્ક ફ્રોમ હોમ
કોરોના કાળમાં ઓફિસ બંધ, કરીએ વર્ક ફ્રોમ હોમ
કોરોના પછી પણ કરતા લોકો, કરતા વર્ક ફ્રોમ હોમ
વિદેશી કંપનીની જોબ માટે કરતા વર્ક ફ્રોમ હોમ
કેટલાક વર્ક એવા છે જેમાં ના થાય વર્ક ફ્રોમ હોમ
ઘર બેઠા કંટાળો લાવે, કરતા વર્ક ફ્રોમ હોમ
નથી ગોઠવાતું શિડ્યુલ ઘરમાં,મન અહીં તહીં ફરતું
નજરોમાં કંઈક આવતું એમાં, કરતા વર્ક ફ્રોમ હોમ
બોસનો મેઈલ આવે ત્યારે ખબર પડે આપણો લોચો
ફરીથી કરવું પડે કામ, જ્યારે કરીએ વર્ક ફ્રોમ હોમ
ઓફિસ જેવી મજા તો નથી, કંપની નથી મળતી
ઘણું બધું ડિસ્ટર્બ થતું, કરતા વર્ક ફ્રોમ હોમ
કરીએ વર્ક ફ્રોમ હોમ અમે કરીએ વર્ક ફ્રોમ હોમ
નિવૃત્તિ પછી લખવાનું કામ , કરીએ વર્ક ફ્રોમ હોમ
ફાયદા છે ઘણા બધા ને નુકશાન ઘણું બધું
કોઈ વખત ડિપ્રેશન લાવે, કરતા વર્ક ફ્રોમ હોમ
- કૌશિક દવે
-Kaushik Dave