સાચવતાં સાચવતાં પણ ખોવાઈ ગયા.
બંધ આંખો કરી તો પણ ખરી પડ્યા..
ખુલ્લું આકાશ આપ્યું તો પણ ઉડી ગયા.
લાગણી માં ઢાળયા તો પણ બંધાઈ ગયા.
હવાનાં સ્પર્શમાં બાંધ્યા તો પણ ઓગળી ગયાં.
પાણી નાં પરપોટા ની જેમ ફુટી ગયાં.
કણ કણમાં સમાવ્યા તો પણ નીકળી ગયાં.
લયના શબ્દો બનાવ્યા તો પણ ઢોલ બની ગયાં.
વેદનાનાં શ્વાસમાં પોરવયા તો પણ છુટી ગયાં.
આપેલાં વાયદા તોડી બીજામાં ખોવાઈ ગયા.
વેદનાની કલમે 💓❤️