“બારણું જોજે ને માથું સાચવીને આવજે,
મારા દરવાજે જરા નીચો નમીને આવજે.
પ્રેમ ને સદભાવનું વાતાવરણ મળશે તને,
બૂટ-ચપ્પલ ને અહમ્ દ્વારે મૂકીને આવજે.
હોય છે હંમેશ ખુલ્લાં દ્વાર મારાં તે છતાં,
ટેરવે ભીના ટકોરા ગોઠવીને આવજે.
દોસ્તો મારા વિશે પૂરી વિગત આપે નહીં,
ક્યાંક મારા શત્રુઓને પણ મળીને આવજે. “
🙏🏻