🙏🙏મારા એકલાની સમજણ થી આ સંબંધની લતા ખીલીને આગળ નહીં વધે આ માટે તારે તેનો ટેકો બનવું પડશે,
તારાં આધારથી જ આ સંબંધ રૂપી વેલ ઝડપથી વધીને આગળ વધશે.
હું એટલે જ કહું છું કે સંબંધ કોઈ એકની સમજણ થી કદી પણ સજીવન રહેતો નથી.
તેમાં તો બંનેનું પરસ્પર સમયનું સમજણપૂર્વક નું રોકાણ સ્થાપિત હોવું જરૂરી છે.
હા પણ તું નાહકની ચિંતા ના કરીશ તને નહીં સમજાય તો હું સમજણ પાડીશ પણ સંબંધ તો જીવંત જ રાખીશ.
આ સમજાવાની ભાવના પણ આપણે ગમે તેવા તુફાનો વચ્ચે પણ ટકાવી જશે તેનું નામ જ સંબંધ,,,!!🦚🦚
-Parmar Mayur