છુપા વેશમાં એ જ અંદર હતો
ઘણાએ કહ્યું કે એ દાવર હતો
અમારી છે તકદીર ખૂંદી અમે
અમારી હથેળીમાં સાગર હતો
જે ફૂલોને કચડીને આગળ વધે
એ માણસ તો બદથીય બદતર હતો
મને મૃગજળો પી જવાની તમા
હું તપતી એ રેતની ચાદર હતો
મુકાબિલ ગણે છે હવે એ મને
કહેતા કે મૂળી ને ગાજર હતો
મળી દાદ અંતિમના શેરે મને
કે બાકી પહેલા તો મર્મર હતો
- Rushil