મારી મે 2017 ની પોસ્ટ.
સવાર ના પહોર માં..
Monkey business?
આજે બોપલમાં ઓપન યોગ ક્લાસમાં યોગ સેશન ચાલી રહ્યું હતું.
અમે પ્રાણીઓ જેવી ક્રિયાઓ કરતા હતા.
ઉજ્જયી કરતાં ગધેડાની જેમ ભુંક્યા, અમારા પગના અંગુઠાઓ પર બેસી સિંહની જેમ ગર્જ્યા , ઢેકો ઊંચો નીચો કરી માર્જારાસન કર્યું અને પછી સુઈને નટરાજ પોઝ કરતા હતા બે હાથ પહોળા, એક પગ લાંબો, બીજો સીધો, ડોક વળેલી.
એકાએક મેં જોયું કે પાસેની દીવાલ પર બેસી વાંદરાઓ અમારી ક્રિયાઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે.
"આપણે કરીએ એ કરતાં પણ આ લોકો કેવા સારા ખેલ કરે છે? જુઓ જુઓ, શીખો કાંઈક તમારા ભાઈ (કે અનુજ ) પાસેથી." વાંદરીએ વાંદરાને કહ્યું.
વાંદરો ખિજાઈને ખી.. કરતો કહે " ચૂપ મર. આપણાથી ન થાય. આ તો માણસવેડા છે."
વાંદરો નાગર હોય તો કહે ' પ્રિયે, તમે શાંતિ રાખો. આપણે આ કરીએ તો સામા ધાબા પર ઠેકવા લાયક ન રહીએ!