એ ઘરમાં કયારેય કોઈ અણધારી મુસીબત નથી આવતી, કે જે મુસીબત કોઈકવાર આપણને એટલાં બધાં લાચાર બનાવે કે, આપણી પાસે લમણે હાથ ધરીને બેસી રહેવા સિવાયનો બીજો કોઈ રસ્તો જ ના રહે.
એનાં માટે આપણે કરવાનું માત્ર એટલું જ છે કે, ઘરનાં જેટલાં સભ્યો હોય, એ તમામ સભ્યોની સામાન્ય જાણકારી જેમકે, એ પૂરો દિવસ, કેટલાં વાગે, કોની સાથે, ને કેમ ગયા છે ? એની એકબીજાને જાણ હોય, ને આમાં વિશેષ જરૂરી છે કે, એ બધી જાણકારી સાચી હોવી જોઈએ, ઘરમાં સભ્યોને બહાર જવાનું જણાવેલ કારણ, અને જણાવેલ વ્યકિતની સાથે જ હોય, એ અત્યંત જરૂરી છે.
-Shailesh Joshi