દાવા બધા પોકળ જ હોય છે.
ડુંગરા દૂરથી જ રળિયામણા હોય છે.
વાતો બધી પોલમ પોલ હોય છે.
પ્રેમ ના નામે વેચાતી બજાર હોય છે.
માયાજાળમાં ફસાતી લાગણી હોય છે.
નજર સામે ધૂંધળું એક વિશ્વ હોય છે.
તું મારો હું તારી માત્ર બે ઘડી નો ખેલ હોય છે.
સ્વાર્થ નીકળતાં કોણ મારું કોણ તારું હોય છે.
ડિજિટલ દુનિયામાં રોબોટિક માનવ હોય છે.
વેદના દરેક પ્રશ્નોના ક્યાં જવાબ હોય છે.
શબ્દના સહવાસના પણ ઘણા પ્રેમી હોય છે.
માત્ર અલપ ઝલપ દેખા દેતા હોય છે.
કોતરી વાક્યના દ્વારને છોડી દેતા હોય છે.
જાળ શબ્દોની પાથરી શ્વાસ હરી લેતા હોય છે.
વેદનાની કલમે 💓❤️