પ્રશ્ન: ખબર નથી પડતી મોંઘવારી વધી ગઈ છે કે આપણે મોંઘા થઈ ગયા છે?
જવાબ: હુ નાની હતી ત્યારે મારા ઘરમાં ગાય છાપ સાબુ આવતો. એનાથી અમે વાસણ ઉટકતા, કપડાં ધોતા, માથું ધોતા, શરીર નહાતા ને આખા ઘરની સફાઈ કરતા.
પ્રશ્ન: તો હવે શું થયું?
જવાબ: હવે, મારો હાથ ધોવાનો, નહાવાનો, વાળ ધોવાનો, કપડાં ધોવાનો, વાસણ ધોવાનો, ઘરની સફાઈ કરવાનો, ગાય ભેંસની ની સફાઈ કરવાનો સાબુ અલગ છે. લીક્વીડ અલગ છે.
પ્રશ્ન: તો આમાંથી શું શીખવા મળ્યું?
જવાબ: તમે જ વિચારો?
-Dr Bharti Koria