પલળતી હું અને ભીંજાતો તું.
ભીનાશ મારી અને સુકાતો તું.
ઝરમર વર્ષતી હું ને ધોધમાર તું.
ઉછળતી હું અને લાગણી તું.
લહેરાતી હું અને લહેરખી તું
અબોલ હું અને શબ્દની વાચા તું
કાંઈ નથી હું અને સર્વત્ર તું.
વાતો નો ભંડાર હું ને મૌન તું.
રીસાતી હું અને સમજતો તું.
લખું છું હું અને કંડારાતો તું.
શ્વાસ લેતી વેદનાં ને ધબકતો તું.
વેદનાની કલમે 💓❤️