પરાણે હસીને ચડી ગયેલો ચહેરો ચમકતો રાખું છું.
હસાવી શકે એવું ક્યાં કોઈ છે?તેથી જાતે હસું છું !!
પોતાનાં હતાં તે પારકાં થઈ ગયાં,મન મારું મારી મારી ને !
વિશ્વાસના શ્વાસ માટે હું મલપતું મૃદુ હ્રદય લઇ ફરું છું.
આંસુ ભરી આંખે અને લોહી ભીની કલમ થકી આ લખું છું.
તારી દયા નહીં,હવે મારા ભગવાનની જ દયા પર જીવું છું.
- वात्सल्य