દેખું છું લોકોના દુઃખ તો ખુદના ભુલી જાઉં છું,
હશે સહન કરવાનું હજુ બાકી એક દી લેણ દેણના સંબંધ પુરા થઈ અંત આવશે જરૂર એમ ગણી થંભી જાઉં છું,
બાકી જીવનમાં છે ઉમંગ અને કયાછે રંગ એ મેધ ધનુષ સમા પ્રેમ ના , કયા એ વાદળ નો ગડગડાટ છે, કયા વીજળીની ચમક, કયા મેહુલા નું ગાન છે, કયા માટીની મહેક અને રસભીના હોઠ અને ગુલાબી પ્રેમે ભર્યા પ્રીયસીના ગાલ છે, કયા પ્રીતમની સાથેની એ પુનમની રાત છે, સુના આ સંસાર માં માણસની ખાલમાં બેઠો સ્વાર્થ તણો હેવાન છે.
-Hemant Pandya