"આશમાં...!"
"તણખલાની આશમાં તોફાની સમુદ્રમાં તણાતી રહી,
મૃગજળની આશમાં અફાટ રણમાં ભટકતી રહી,
પ્રેમની આશમાં શુષ્ક લાગણીઓમાં ખેંચાતી રહી,
તૃપ્તિની આશમાં તૃષામય કૂવામાં સિંચાતી રહી,
ઉજાસની આશમાં અંધકારની ગર્તામાં ધકેલાતી રહી,
મિલનની આશમાં વિરહની ક્ષણોમાં જીવતી રહી,
વાસ્તવિકતાની આશમાં કલ્પનામાં ખોવાતી રહી,
સુંવાળી દોસ્તીની આશમાં શત્રુતાની ઝાડીમાં ઘવાતી રહી,
એને પામવાની આશમાં પડછાયાની છાયામાં ઓઝપાતી રહી,
અને અંતે મોક્ષની આશમાં માયાની જાળમાં ફસાતી રહી...!"