શબ્દની શોધ પ્રણય થકી થઈ હશે. 🌹
ખબર નથી કે પ્રણય પણ સંક્ષિપ્ત હશે
પાબંધી વગરનો સમય પ્રેમમાં જ થયો હશે 🌹
ખબર નથી કે પ્રેમમાં પણ પાબંધી હશે 🌹
લાગણી કદાચ વ્યક્તિના ભાવ થકી હશે 🌹
ખબર નથી કે લાગણી પણ રૂંધાયેલી હશે 🌹
સંગાથ હ્રદય નો થયો તો સરખો જ હશે 🌹
ખબર નથી કે મારી તકદીર અલગ હશે 🌹
વેદના ના નયનની ઊંડાઈ કદાચ માપી હશે 🌹
ઝાકળનાં ખાલીપા પછી જ સંધ્યા ખીલી હશે 🌹
છે પ્રણય કહેવાની ક્યાં જરૂર હશે 🌹
તારી ખુશીમાં જ જીવવાની એક મજા હશે 🌹
એક એક અક્ષર હથેળીમાં ભેગા કર્યા હશે 🌹
છતાં તારા નામના જ અક્ષર ખુટયા હશે 🌹
વેદનાં ની કલમે 💓❤️