ચાલને આજ શૂન્ય બનતા શીખીએ.
પ્રણેયનો એક પ્રમેય બનતા શીખીએ.
સુખનો સરવાળો કરી સમીકરણ ઉકેલીએ.
પ્રેમથી નવા ઉકેલો જીવનમાં લાવીએ.
કોઈ એક ખૂણો નહીં બધા આપણા રાખીએ.
લાગણીના તંતુથી એક વર્તુળ બનાવીએ.
એક અવયવ નહીં બધી મુશ્કેલીનો છેદ ઉડાડીએ.
પ્રણય છે તો ચાલને બેસીને વાત કરીએ.
દુઃખોની બાદબાકી જીવનમાંથી કરીએ.
ચાલને વેદના નું ગણિત એકવાર તો સમજીએ.
વેદનાં ની કલમે 💓❤️