સમયનાં બંધ દ્વારને તું ખટ ખટકાવી તો જો,
દ્વાર ખોલી હાથોની લકીરોને તું અજમાવી જો,
તારાં પ્રતિબિંબને આકાશમાં તું નિહાળી તો જો,
પ્રતિબિંબને પકડવા પાંખોથી આભને તું આંબી જો,
દરિયાનાં ઉંચા ઉછળતાં મોજાઓને તું પૂછી તો જો,
ઉછળતાં કોમળ પાણીથી પથ્થરોને તું ચીરી જો,
મનમાં પ્રયત્ન કરી કોઈ ઉપાય તું અજમાવી તો જો,
પ્રયત્ન થકી બધી વાતોને સચ્ચાઈમાં તું બદલી જો...
મનોજ નાવડીયા