રિસાઈને ચૂપચાપ બેઠી છે તું, નાનકડી શી વાતમાં,
જાણું છું, વિચારો નહીં, વાતોનો પણ મનમાં છે શોર.
બસ... બહુ થઈ ફરિયાદો, નથી બચી કોઈ મીઠી યાદો?
ભૂલોને વાગોળી,ક્યાં સુધી પોતાની છાતીએ મરીશું ન્હોર?
જો, આ હાથ મેં લંબાવ્યો, પરોવી દે ને તોય આંગળીઓ,
ભૂલી ગઈ? તું જ તો કહેતી'તી,પ્રેમનો ક્યાં હોય છે છોર?
સૂરજની અગનવર્ષાએ ધગધગતી તપતી ધરતી સમી તું,
વરસ્યો જ્યારે વ્હાલ વ્હાલમનો, લીધી બાથમાં કરી જોર.
ખળભળાટ કરતો દરિયો, સાહિલને જ્યારે જ્યારે મળ્યો,
મિલન હતું મૌન ! બસ લાગણીથી ભીની ભીની રેતી કોર.
✍️ સરગમ
-Priyanka Chauhan