હાજરીમાં ગેરહાજરી તારી ખૂબ વર્તાય છે.
તારી યાદો ફરી અશ્રું બની હાવી થાય છે.
સંગે માણેલી ક્ષણો જીવી લેતી વેદનાં ફરીથી.
તેથી જ આ દુનિયા અલગ વર્તાય છે.
નથી જિંદગીમાં તમારી હાજરી છતાં,
તમારી મોજુદગી ગજબ વર્તાય છે.
સહુથી છુપાવી જોઈ લેતી છબી તમારી,
આનંદ મનનો છુપાવતી હું જગ મહીં.
જિંદગીમાં માંગણી નથી કરતી તમારી,
તોય પ્રણય સાચવતી જીવ થકી...
એકાંતમાં થોડું દુભાય હૈયું તરસ થકી.
નથી હાજરી તમારી છતાં મોજુદગી તમારી.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
વેદનાં ની કલમે 💓❤️