"વિરહની વેદના"
દડ દડ દડ આંસુ પડે
આંસુડામાં વિરહ મળે
નથી દગો આ પ્રેમ ગોતે
વ્હાલીડાને રોજે ગોતે
પરદેશી બની આવ્યો તો
રોજે આંખ મિલાવતો તો
દિલથી દિલ દઈ બેઠી
પરદેશી પંખી ઉડી ગ્યો
----------
ઉપર આગ સૂરજ વરસે
વરસાદનું નામ ગગન ના લે
આંખમાંથી વહેતા ગરમ આંસુ
ઠંડકનો અહેસાસ ક્યારે કરે!
વિરહ વેદના સાંભળે ગીત
એનું પ્યારું વિરહ ગીત
સાંભળીને થાકે નહીં
રોજે ગુનગુનાવે વિરહ ગીત
- કૌશિક દવે
*પરદેશી તારી ઘણી યાદ આવે
પાગલ મનવા કુણ સમજાવે
પાયલ છમ્ છમ્ શોર મચાવે
હાથા કંગના તને રે બુલાવે
*એક રાજસ્થાની ગીત*
-
-Kaushik Dave