પ્રણય પ્રણય ની રમત ખોટી સાબિત થાય છે.
મન જેનું ભરાય તે મંજિલ તરફ ચાલતા થાય છે.
થોડી વેદના સંવેદના દિલનું હળવાશ થાય છે.
સમય આવે જિંદગીમાં તોફાન બની જાય છે.
આમ તો રમત માટે મોટું મેદાન બનાવી જાય છે.
વિશ્વાસ ના નામની મોટી રમત રમી જાય છે.
આંખોમાં ઉછળતા મોજા સમાવી જાય છે.
દરેક સ્વપ્ન પર એક લહેર ફરતી જાય છે.
શ્વાસની કિંમતમાં સ્મરણો વધતા જાય છે.
રમતમાં છોડી મેદાન ભાગવું સહેલું બનતું જાય છે.