પ્રકૃતિ તમારી ઉત્તમ મિત્ર હોય . પણ જેમ મિત્રતા માં વિશ્વાસઘાત ના કરાય એમજ પ્રકૃતિ સાથે પણ તાલ મેળવીને ચાલવું પડે. ઉધાર લ્યો તો મિત્ર ને પણ ચૂકવવું પડે એમ પ્રકૃતિ ની ઉદારતા નો ફાયદો ઉઠાવી મન ફાવે એમ વર્તન કરો તો પ્રકૃતિ નારાજ થઈ તાંડવ બતાવે. મિત્ર ની જેમ પ્રકૃતિ આપણું ભલું જ ઇચ્છે છે જો આપણે મર્યાદા માં રહીએ તો. નહિતર જેમ જૂનો દોસ્ત દુશ્મન બની જાય એમ પ્રકૃતિ કુદરતી આપદાઓનો મારો ચલાવે.
#Nature